મારા અંતરમાં આસન જેણે જમાવ્યું એ તમે છો.
જેને લીધે જીવન મને જીવવાનું ફાવ્યું એ તમે છો.
આમ તો હતો સહરામાં ધોમધખતો આંકરો સૂરને,
વળી ટાઢક દિલમાં જ્યાં મુખ મલકાવ્યું એ તમે છો.
હેતથી હૈયાને હિંડોળે ઝૂલવાનું રહ્યું સ્વપ્ન અમારું,
કરી ગગનવિહારીને કેવું સુખ અપાવ્યું એ તમે છો.
વસી ગયાં નેણમાંને પ્રવેશી ઉરે આસન ગ્રહ્યાં ત્યાં,
મનના ચક્રવાતને પ્રેમપદાર્થથી શમાવ્યું એ તમે છો.
શમણાંઓ જીવનભરનાં પૂરાં થવાને મથતાં સતત,
મધુ જબાને, આદ્ર વ્યવહારે શોભાવ્યું એ તમે છો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.