હાલને સખી ઊજવી લઈએ આવી દિવાળી.
હાલને સખી મનાવી લઈએ આવી દિવાળી.
નાનાંમોટાં સાથે મળી કરીએ આનંદ કિલ્લોલ,
હાલને સખી સજાવી લઈએ આવી દિવાળી.
ઓસરીમાં ચિતરાવી લઈએ હંસ, પોપટ,મોર,
હાલને સખી અજવાળી લઈએ આવી દિવાળી.
ટોડલે દીપમાળની ઝાકમઝોળ શોભે કેટલી,
હાલને સખી પ્રગટાવી લઈએ આવી દિવાળી.
ફટાકડાના ધૂમધડાકા આતશબાજી અપાર ,
હાલને સખી વધાવી લઈએ આવી દિવાળી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.