શબ્દોને સજાવી આવી તું !
હૈયાંને પુલકાવી આવી તું !
શબ્દમોહિની સર્વોપરી હો,
વર્ચસ્વને જમાવી આવી તું !
નયનના એકાકારે ગમતીને,
અપલક નેત્ર થકી ફાવી તું !
મનમાં થૈ સપ્તરંગી સજાવટ,
રહી મુખે હાસ્ય છલકાવી તું !
હરી ગઈ કેટકેટલું નૈનકટારી,
શણગાર મોહક સજાવી તું !
હશે પૂર્વનો કોઈ ૠણાનુબંધ,
વાતાવરણ કેવું પલટાવી તું !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર