રોજબરોજ મળવાનું આપણે.
વહેતા વાયરે ભળવાનું આપણે.
કોઈ કરે અપમાન કદી સંજોગે,
ના એને મન પર લેવાનું આપણે.
કોઈ અહીં પૂર્ણ નથી એ હકીકત,
અધૂરાંને મધુરાં ગણવાનું આપણે.
કસોટી હેમની ના હોય કથીરની,
આતમબળને કેળવવાનું આપણે.
ચાલ બે કદમ તુંને બે કદમ હું તો,
' હું' છોડી દઈ જીવવાનું આપણે.
નથી કોઈ નાના કે નથી કોઈ મોટા,
કર્મથકી જ મોટા જાણવાનું આપણે.
- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.