જોયા છે એવા લોકો કે જેની પાસે પુષ્કળ ધન દોલત છે પણ રાત્રિની ઊંઘ નથી.
જોયા છે એવા કે જેની પાસે અનાજના ઢગલા છે પણ ખાવા માટે તંદુરસ્ત શરીર નથી.
જોયા છે મેં એવા પણ કે જેમની પાસે કોઈ ધન દોલત કે અનાજના ઢગલા નથી પણ ક્યારેય ઉદાસ નથી થયાં.
મહેલમાં રહેનારા પણ ક્યારેક ખુશ નથી તો ઝૂંપડામાં રહેનારા ક્યારેય દુઃખી નથી.
શા માટે આવું?
કારણ એક જ છે મનની સ્થિતિ. તમે મનથી ખુશ તો દરેક સ્થિતિમાં ખુશ. મનથી અસંતોષ તો ક્યારેય કોઈ સ્થિતિ ખુશ ન રહેવા દે.
જિંદગીનું સુખ મનની શાંતિ પર આધાર રાખે છે.