આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે.
એ જીવ આવેને જાઈ એને કોણ રોકે રે.
એ સ્વાસ આવેને જાય એને કોણ રોકે રે.ટેક...
શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે
વણ લેખે વાવરતા કોણ રોકે રે.
અમી નો કુંભ તારી નાંભિમાં ભરીયો.
ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે.ટેક...
પરાની વાણી તારા પંડ માં બોલે.
વિવેકની ભાષા એને કોણ શીખવાડે રે.
મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે.
એની રહેણી નો અભીયાસ કોણ કરાવે રે.
રોટીમાં નામને શ્વાસમાં ઉપાસના.
રહેણી ના દાવ તને કોણ શિખાડે.
નામ વચનનો મહિમા છે મોટો.
સુરતના દોરે તને કોણ ચડાવે.
મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં.
ફેરો સફળ સમર્થ કરાવે.ટેક...