ખીલ્યું છે ઉપવન ને ખાલી છે મન;
તારા વગર મારૂં અધુરૂં છે જીવન;
પુષ્પોને જોઈ ભમરા કરે છે ગુંજન;
મારા દિલમાં ફક્ત તારી યાદોનું સૃજન;
પતંગિયાં પણ મળવા પાંખો ફેલાવી;
મારી બાથમાં તો બસ તન્હાઈ આવી;
પુષ્પો થી લહેરાઈ છે હર એક ડાળી;
આંખોમાં તો છે તારા સમણાં ખાલી;
ચારેકોર છવાયો પંખીઓનો કલરવ;
એકવાર તો મળીજા તું મને આ ભવ;
જોઈ લઉં તને તો મન હરખાઈ જાય;
કદાચ મારા મોતનો મલાજો જળવાય;