વીતી જાય જિંદગી આમને આમ.
અધૂરી રહેતી બંદગી આમને આમ.
કરેલું મળતું એ ક્રમ છે દુનિયાનો,
રોજ ન સરખી તાજગી આમને આમ.
છેતરાય છે વધુ ચતુરાઈ કરનારા,
મારે તો ભલી દિવાનગી આમને આમ.
શું કરવો વસ્ત્રો પરિધાને ખર્ચ પછી,
આજલગી બાપુની સાદગી આમને આમ.
સારું જીવનારનેય સહન કરાવનારી,
હજુ સહેવું રહ્યું ક્યાં લગી આમને આમ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.