જગમાં સુંદર છે જે નામ
સીતારામ જય રાધેશ્યામ
પાપ કુંજ પાવક એ નામ
સિતારામ જય રાધેશ્યામ
વેદ પુરાણો સહુ સમજાવે
માનવ દેહ ગયો ના આવે,
ભજ તું છોડી દંભ તમામ
સીતારામ જય રાધેશ્યામ
પતિત પાવન જગ રચનારા
ભરજો અમ અંતર અંધારા,
કરજો સૌનું એ કલ્યાણ
સીતારામ જય રાધેશ્યામ
જગમાં સુંદર છે જે નામ
સીતારામ જય રાધેશ્યામ,
પાપ કુંજ પાવક એ નામ
સિતારામ જય રાધેશ્યામ