કબૂતરોની એક સભા ભરાણી.........
જોવો કરે કેવી ઉજાણી.......
ખુશી ખુશી કરે નાચ ગાન.........
એક એક દાણો ચણી......
ન ઊંચા ટાવર, ન કોઈ ફીકર........
ન ઘર જમીન કે બંગલાના ધણી..........
તણખલું એક એક ભેગું કર્યું.........
માળો બાંધ્યો મળી..............
નોકરી ન ધંધાની ચીંતા.........
ભણવાની જંજટ નહીં ઘણી...........
કોઈ બોસ ન કોઈ સબંધી........
ચાંપલુસાઈની પળોજણ ટળી...........
શાંતિ સંદેશ લઈ ફરતું રહેતું.........
ચીંતા ટીકીટની એને કયાંવળી...?....
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍doli modi