Gujarati Quote in Motivational by Anu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ભરમ છે કે લડી લઈશ તુૃં
તમામ નફરતોમાંય જીવી જઈશ તુૃં
ભભકતી અગ્નિ પણ તરી જઈશ તુૃં
ભીતર ભરેલા વંટોળને ઉલાળી
નિશ્ચલ સ્નેહ પાથરી દઈશ તુૃં
સ્થિતપ્રજ્ઞ હોવાનો ડોળ ત્યજીને
નર્યો માણસ બની જઈશ તુૃં
અને અનુભવાતા દરેક સુખ-દુ:ખ
જોઈએ એને વહેંચી દઈશ તુૃં
ઊંચેથી દરિયો તાકીને પણ
એના ઊંડાણને તાગી લઈશ તુૃં
એ કદી ઊતરીશ જો ઊંડો તોય
ફરી કિનારે આવી જઈશ તુૃં
મને ભરમ છે મારા દરેક ભરમને
એક દિવસ જીતી જઈશ તુૃં
એક દિવસ જીતી જઈશ તુૃં.

અનુ.

Gujarati Motivational by Anu : 111603479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now