(એક વિચાર)
દ્ધોપદી સ્વયંવર માં લક્ષ્ય બરોબર સાધજે, નજર અને મન પર નિયંત્રણ રાખજે આવી અનેક સલાહ આપતા શ્રીકૃષ્ણ ને અર્જુને કીધું " હે ભગવંત, જો બધુ હુ જ કરીશ તો તમે શુ કરશો ?" શ્રીકૃષ્ણ બોલ્યા " હું એ કરીશ જે તારા વશ માં નથી. પાણી ના પ્રતિબિંબ ને હુ સ્થિર કરીશ અને લક્ષ્ય ની વચ્ચે આવતા દરેક અવરોધો ને હુ હટાવીશ"
અર્થાત
બધુ આપણા હાથ માં નથી જ હોતુ. લક્ષ્ય નાનુ હોય કે મોટુ તેમાં પ્રભુ ઇચ્છા આવશ્યક છે. દરેક જીવ ના દરેક કર્મ પર તેની નજર હોય જ છે. દરેક જીવ ફક્ત પ્રયત્ન કરતો હોય છે, મંઝિલ સુધી પહોંચાડવા નુ કામ પ્રભુ નુ છે એ પણ જો તેની ઇચ્છા હોય તો જ.