ભોળો ભોળાનો ભગવાન ભોળોનાથ અેવો છે
કરે ભકતોનુ કલ્યાણ, ભોળોનાથ અેવો છે
ભળો કૈલાશ પતિને સાથે દેવી પાર્વતી
ખોળે ગણેશ નાના બાળ, ભોળોનાથ અેવો છે
સુગી ભુગીનો સરદાર સાથે ભુતડા અપાર
અેવો શિવજીનો દરબાર ભોળોનાથ અેવો છે
સર્વે દેવોનો અે દેવ મોટો મહાદેવ છે
કરો શિવજીની સેવા રે, ભોળોનાથ અેવો છે
ભકિત મુકિતનો દેનાર અેનો અાવે નહિ પાર
અેનો મહિમા છે અપાર, ભોળોનાથ અેવો છે
બિલીપત્ર ચડાવો ગંગા ધારા વહાવો
પાપી પાવન થાય, ભોળોનાથ અેવો છે
ઝપો ભોળોનાથના જાપ, ટળે તરીવિધ તાપ
પાપ બાળે અમાપ, ભોળોનાથ અેવો છે
અાવે ભોળોનાથની પાસ, ઈતો થાય નહિ નિરાશ
શિવ દાસનાઅે દાસ ભોળોનાથ અેવા છે
ભવે ભજો ભોળોનાથ, ઈ છે અનાથોનો નાથ
કદી છોડે નહિ સાથ, ભોળોનાથ અેવો છે
ભોળો દિલનો દાતાર, દેતા લાગે નહિ વાર
અેનો ભરિયો છે ભંડાર, ભોળોનાથ અેવો છે
સંગે ભુતની ટોળીને અંગે ભભુતીને ચોળી
ભરે ભકતો કેરી જોરી, ભોળોનાથ અેવો છે
ગુણ ભકતો રે ગાય અેને કરજો ને સહાય
કર જોડી લાગુ પાય, ભોળોનાથ અેવો છે
હરહર મહાદેવ, ૐ નમઃ શિવાય
ભોળોનાથની જયહો