એવો ભરોશો જેને એક નામનો રે
એને આંચ નો આવે લગાર...ટેક.
એવો ભરોશો રાખીયો ભક્ત પ્રહલાદે રે,
એજી થંભ માં દેખાણા મારા નાથ...
એવો ભરોશો...
એવો ભરોશો રાખીયો શબરીબાઇયે રે,
એજી વાલે આવી ખાધા એના એઠા બોર...
એવો ભરોશો...
એવો ભરોશો રાખીયો નરશૈયાયે રે,
વાલે મારે કુવરબાઈના મામેરા ભરીયા હાથોહાથ...
એવો ભરોશો...
એવો ભરોશો રાખયો મારાંબાઈયે રે,
વાલે મારે ઝેર પીધા જાણી રે...
એવો ભરોશો...
એવો ભરોશો "નામદેવને" નગાલાખાબાપાનો રે,
જેને ભરોશો રાખ્યો એની લાજ રાખી રે...
🙏🙏🙏🙏🙏🙏
જય ગુરુ મહારાજ 👏
☝🏽🧎🏻☝🏽🧎🏻☝🏽🧎🏻