પામવાને રજ તમારી ચાહતો.
દીન થૈને હરિશરણ હું માંગતો.
પાર ઊતરવા કદી ભવસાગરે,
આખરે તારી સમક્ષ હું આવતો.
તું દયાળુ નાથ યાચું આજ તો,
સ્તુતિ તારી હું કરીને ફાવતો.
ખૂબ ભટક્યો છું ભવરણે આમ તો,
હેતથી તું નાથ સૌને તારતો.
ના મળે તારા સમો બીજો મને,
દાખવી તારી દયા સ્વીકારતો.
( ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.