પંપા સરોવરની પાળ
શબરીની ઝુપડી
ઋષિ મુનિ સંતનો નિવાસ
શબરીની ઝુંપડી
પંપા સરોવરની પાળ
શબરીની ઝુપડી
લીલું લીલું ઘાસ ગૌ માતને પીરસાય છે
પ્રેમેથી પાણીડાં પવાય
શબરીની ઝુપડી
એક બાજુ તુલસીના વન રૂડા શોભતા
વાયુ વાઈને મહેકી જાય
શબરીની ઝુપડી
લીપી ગુપીને રૂડો આશ્રમ દીપાવ્યો
ધૂપ અને દિપ ઘણા થાય
શબરીની ઝુંપડી
ચાલે અખંડ ધૂન શ્રી રામ નામની
એ સંતોની સેવાયુ થાય
શબરીની ઝૂપડી
આશા છે મોટી મોટી રામ દશરથની
એ વાલાજીની વાટળી જોવાય
શબરીની ઝુપડી
મીઠા મીઠા બોર ચાખી રામ કાજ રાખીયા
ક્યારે આવીને જમી જાય
શબરીની ઝુંપડી
નામ લેતા, વાટ જોતા રામજી પધાર્યા
પ્રેમ થકી લાગે છે પાય
શબરીની ઝુંપડી
પંપા સરોવરની પાળ
શબરીની ઝુંપડી
ઋષિ મુની સંતનો નિવાસ
શબરીની ઝુપડી.