એ સરદાર થઈ ગયા...
લોંખડી પુરુષ નું બિરુદ મેળવી અમર થઈ ગયા એ સરદાર થઈ ગયા,
વગર લડાઈએ રજવાડા ને એકત્રિત કરી અખંડિત દેશ બનાવી એ સરદાર થઈ ગયા.
ન્યાય, નીતિ અને નિર્ણય નું ઉત્તમ ઉદાહરણ આપી એ સરદાર થઈ ગયા,
નીડરતા, પ્રામાણિકતા અને એકતા નું પ્રતીક બતાવી એ સરદાર થઈ ગયા.
પરદેશ ની વકાલત છોડી દેશમાં આવી ગરીબોના બેલી થઈ ગયા એ સરદાર થઈ ગયા,
ગાંધીબાપુના સંપર્કમાં આવી પરદેશી પોશાક ને ત્યાગી એ સરદાર થઈ ગયા.
લડ્યા હિંદ છોડોની લડત ગાંધીજી ની સાથે ખભે ખભો મિલાવી એ સરદાર થઈ ગયા,
ગરીબોના સાચા હમદર્દી બની ગયા એ સરદાર થઈ ગયા.
અડગ પ્રતિજ્ઞા કરી સોમનાથ મંદિર ના જીર્ણોદ્ધાર ની એ સરદાર થઈ ગયા,
અંજલી જળ લઈ કરી પ્રતિજ્ઞા પુરી એ સરદાર થઈ ગયા.
સત્તા માટે નહી દેશ ની શાંતિ માટે જીવી ગયા એ સરદાર થઈ ગયા,
વિઘ્નો સામે વિકરાળ સ્વરૂપ ધરી ઉભા રહી ગયા એ સરદાર થઈ ગયા.
જન જન ના મનમાં વસી ગયા એ સરદાર થઈ ગયા,
કદી નહી વિસરાય એમના પ્રત્યેનો પ્રેમ એ સરદાર થઈ ગયા.
એ સરદાર થઈ ગયા...
©
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.