જિંદગી ઉત્સવ બની જાય જો આચરણ સુધરે.
જિંદગી ઉત્સવ બની જાય જો સદગુણો આચરે.
કરી મનોમંથનને મકસદ જીવનનો જાણવો રહ્યો,
જિંદગી ઉત્સવ બની જાય જો ધીરજ ટાણે ખરે.
ના નડતા અંતરાયો કે અવરોધો કર્મયોગી હોય જે,
જિંદગી ઉત્સવ બની જાય જો સત્યને સ્વીકારે.
કરગ્રહી વિજયમાળને સફળતા સંમુખ આવનારી,
જિંદગી ઉત્સવ બની જાય જો પગ પારોઠ ના ભરે.
કુદરત પણ બની સહાયક આશિષને વરસાવતી,
જિંદગી ઉત્સવ બની જાય જો સફળતાને જે વરે.
- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર