🚩 જય અલખધણી
સવરા મંડપ મા મારો સદગુરુ બેઠા
✍🏻 શીલદાસ
🪕🪕🪕🪕🪕🪕🪕
જી રે સંતો સવરા મંડપમા મારો સદગુરુ બેઠા રે
તમે આવૌ ને મુનિવર મળિયે રે હાં
મન કર્મ વસને માન તો મેલીને રે
આપણે ગત તો ગંગા મા ભળિયે રે હાં...
હે જી રે સંતો કલકિ નામ તો આપે સતગુરુનુ રે
ઇ તો આગમ તણી ગત આપે રે હાં
કૃપા તો કરીને કોટિ જનમના રે
એવા કર્મ બંધન ને કાપે રે હા...
હે જી રે સંતો સવરા મંડપના ચરણામૃત નો રે
એનો મહિમા માહેશ્વર જાણે રે હાં
પ્રિતિ કરીને પુછે છે પારવતી રે,
જેને વારે વારે શિવજી વખાણે રે હાં...
હે જી રે સંતો સત મુગતિનો મારગ મોટા તે જાણે રે
ઇ તો સત ધરમના શૂરા રે હાં
ઓળખીયા ઇ તો અનભેપદને આપે રે
પરમારથમા છે ઇ પુરા રે હાં...
હે જી રે સંતો સાત સાયરને અડસઠ તીરથ રે
એકેય ધરમ બરાબર નો આવૅ રે હાં
એવા સતી રે ઉમિયાજી શિવજીને પુછે રે
એનુ અચરજ અમને આવૅ રે હાં...
હે જી રે સંતો અન્ન તો દાતા ને અન્ન તો ભોક્તા રે
એવા અન્ન તો અલખ ને આરાધે રે હાં
એવા શીલદાસ કયે છે સવરા મંડપનો રે
ઍવૉ લક્ષ્ય અલક્ષ્ય નો બાંધે રે હાં...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻