અચાનક આજ આમ જ કોઈ યાદ આવ્યું છે,
દૂર હોવા છતાં ય જાણે આંખ સામે દેખાયું છે..!
હ્રદયના રસ્તા પર કાયમથી લોકડાઉન વર્તે છે,
ઘણાં દાયકાઓ બાદ આજે એ તાળું ખોલાયું છે.. !
હું નથી જાણતી શું સંબંધ છે એનો ને મારો,
અજાણતાં જ દિલ એના હાથમાં સોંપાયું છે..!
મનની મહેફિલમાં પ્રેમનો પગરવ ગુંજ્યો છે,
દિલની દીવાલે દીવાલે એનું નામ લખાયું છે..!
મરુભૂમી સમાન ઉજ્જડ રહ્યું છે દિલ સદાથી,
આજ પ્રેમની વર્ષામાં તરબોળ થઈ ભિંજાયું છે..!
❣️