Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચન્દ્રકાંત બક્ષીની કલમે "રાજપુત"🍁
~~~~~

રાજપુતોનાં કિલ્લાઓ પરથી રાત્રે આગની લપેટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખીને પડેલી મુગલ સેનાઓમાં નાસભાગ થઈ જતી - કારણ કે સૂર્યોદયની સાથે અફિણ પી ને આખા શરીર પર હળદર ચોળીને, કેસરી કપડાં પહેરીને લાલઘૂમ આંખો વાળા ખુંખાર રાજપુતો કિલ્લાના દરવાજા ખોલીને "હર હર મહાદેવ" ની ગર્જના સાથે મુગલ છાવણીઓ પર ત્રાટકતા... એમની બહેન, બેટીઓ, પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જૌહર કરીને બળી મરતી, અને કેસરિયા કરવા નીકળેલો રાજપુત ફરીથી ઘર પ્રવેશ કરે એવુ ભાગ્યે જ બનતું.. માઇલો સુધી મુગલ સૈનિકો જીવ લઇને ભાગતા કારણ કે એમને જીવવું હતું અને રાજપુતોને મરવું હતું.

"રાજપુતોનાં આવા ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષોમાં અડધાં વિશ્વ પર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને પાંચસો વર્ષ સુધી ભારતની ધરતી પર આવતાં રોકી રાખી"

રાજપૂતો દ્વારા આ દેશ ને જે આપવામાં આવેલ છે તે
કોઈ સમાજ નહીં આપી શકે.

સ્વાભિમાન માટે રાજપુત લડતો હતો અને લડતો રહેશે.

એટલું યાદ રાખજો, ભલે આવા શૂરવીરો ભગવાન નથી, પણ આજે આપણાં મંદીરો અને એમાં ભઞવાન એના લીધે જ છે.!
---ચન્દ્રકાંત બક્ષી🍁🍁🍁

જય રાજપુતાના🍁🍁

Gujarati Blog by Jigs Hindustani : 111599865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now