Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોના આવરણ ચીરીને સામે ઉભેલી એકલતા. શ્વાસના અવાજ પણ ખુદ સાંભળી શકું એટલી એકલતા અને શાંતિ વચ્ચે ભૂતકાળની ભૂતાવળ સમાન સંબંધના થોથા નજર સમક્ષ ફરતા રહે છે. જે સંબંધ માટે જીવન અનેક શબ્દોમાં અને ભાવનાઓમાં વહેંચી નાખ્યું, એ જ સંબંધના ડરામણા રૂપ બતાવતી એકલતા. જ્યારે કોઈ પ્રાણીની બલી આપવામાં આવે છે ત્યારે બે વિકલ્પ હોઈ છે, ધીરેધીરે તડપાવી બલી આપવી કે એક જ ઝાટકે શિરચ્છેદ કરી નાખવો. પણ સંબંધમાં આવું નથી હોતું. એક ઝાટકે સંબંધ કપાયા પછી પણ એનો જખ્મ માણસની રાખ સુધી રહે છે. આ એ ખેલ છે જેમાં માણસ પોતાના શ્વાસ ઝડપી પુરા કરવા મથતો હોઈ છે. દિલની ધડકો પણ ચિખી રહી છે. કારણ છે એકલતામાં જન્મ લઈને સામે આવેલ ઘસડી ને ચલાવેલા સંબંધ. જેને આપ પ્રેમ, મૈત્રી, ઉષ્મા જેતે સંજ્ઞા આપી બોલી શકો છો.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111599412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now