જેવી રીતે રામે રાવણ પર વિજય મેળવ્યો સત્ય નો વિજય થયો એવીજ રીતે આ દુનિયામાં માણસ ના વિચારો સકારાત્મક ઊર્જા થી ભરપુર રહે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય. આપના દેશમાં પહેલેથી ઋષિમુનિઓ, દેવી, દેવતઓ બધાએ આપની માં પૃથ્વી ને સકારાત્મક ઊર્જા આપી છે . એજ રીતે અત્યારે આ કોરોનાના કાળ માં સકારાત્મક ઊર્જાથી જીવવાનો નવો જુસ્સો મળે નવી શરૂઆત કરીએ નવીજ આશાના કિરણ પાથરી એ આવો બધા સાથે મળીને સંકલ્પ કરીએ કોઈ વાઇરસ કે કોઈ જ મુસીબત માણસની સંકલ્પ શકિત ને હરાવી ના શકે બસ સાવચેતી રાખી ને કોરોનાને ભગાડી એ.