હદયનો ઘા બહું ઉંડે સુધી છે
માટે શબ્દોને અહી વિરામ છે
પ્રાર્થના મૃત્યુની તો છે
પણ માતાજી એમા પણ નારાજ છે
પાપ પુણ્યના લેખા જોખામા
પાપ શું પુણ્ય શું ખબર નથી
કારણ સાંભળ્યું તો છે
કે પાપનું ફળ સજા વગર ન જાય
ને પુણ્ય ક્યારેય વ્યથૅ ન જાય
મારી તો એક જ પ્રાર્થના કે મને હવે મુક્ત કર...
થોડા ગમતા ન ગમતા શબ્દો લખ્યા છે
પણ મને ગમ્યા તે લખ્યા છે