ગામના મેળામાં
સહિયર હું ગઈ'તી મહાલવા ગામના મેળામાં,
મારો પિયુ દેખાયો મને શોધતો ગામના મેળામાં!
એકબીજાને બસ જોયા કર્યા અમે દૂર દૂરથી,
મેળાનો ખ્યાલ ના રહ્યો જોને ગામના મેળામાં!
એણે મને દિલના ચગડોળમાં બેસાડીને ફેરવી,
ખુલ્લી આંખે સપનામાં રહી હું ગામના મેળામાં!
કાનની બુટ્ટી, હાથની બંગડી, શણગાર લેતી'તી,
એણે કહ્યું સુંદરતા ફરી રહી છે ગામના મેળામાં!
સહિયર હું તો એવી શરમાઈ કે ઘરે દોડી આવી,
પછી સમજાયું કે, દિલ ચોરાયું ગામના મેળામાં!
સહિયર હું ગઈ'તી મહાલવા ગામના મેળામાં,
મારો પિયુ દેખાયો મને શોધતો ગામના મેળામાં!
#navaratri