વસંત તણો સાર જો ,જીવન પાંદડું છે
વરણાગી રંગે સાકાર, જીવન પાંદડું છે .
ખરી પડશે ખરેખર, પતઝડ આવશે તો,
સમય સૂચકતા સ્વીકાર, જીવન પાંદડું છે.
વાહવાહી લૂંટવા મન, દાવ દીધો ગજબ
ઐશ્વર્ય પામે કર્મ આધાર ,જીવન પાંદડું છે,
માણી લીધી સફર , સાગરે મઝધાર મહીં
સાહિલ ની પામ્યા ધાર , જીવન પાંદડું છે.
જીવન ઝરમર અલક મલક ખેલ પ્રકૃતિ માં,
મન માં આનંદ અપરંપાર, જીવન પાંદડું છે.
-મોહનભાઈ આનંદ