#પરોઢીયું
શાંત બનેલી રાતમાં થતુ પરોઢીયું
કેટલુ મસ્ત લાગે છે.....
આકાશમાં કાળો રંગ...પ્રેમથી
કેસરી રંગમાં છવાય જાય છે
રાતના અંધારાથી ધીમે ધીમે
અજવાળાની શરૂઆત જે થાય છે...
સૂતેલા પક્ષીઓ
હવે ઉઠવાનો પ્રારંભ કરે છે....
શાંત હતા વાતાવરણમાં ધીમે ધીમે
પક્ષીઓનો કલરવ સંભળાય છે..
પણ જે પણ હોય....આ સવારનો દ્રશ્ય જોઈ
મનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે....
કે શાંત બનેલી રાતમાં થતુ પરોઢીયું
કેટલુ...મસ્ત લાગે છે.....