પ્રેમની વ્યાખ્યા નહીં, અનૂભૂતિ થાય છે. પ્રેમ એટલે જ તમારા અસ્તિત્વની અનુભૂતિ , એ પ્રાકૃતિક સત્ય છે જે પંચતત્વો અને ત્રણ ગુણો ના માધ્યમ થી, વિશેષ ઈક્ષણ થી કર્મ ભાવે જ્યારે દેહ અને ઈન્દ્રિયો માં જોડાય ત્યારે સગુણ પ્રેમ કહેવાય , અને જ્યારે ભાવાતીત ચૈતન્યમય બની જાય ત્યારે શુદ્ધ નિર્ગુણ સ્વરૂપ કહેવાય.
છતાં શબ્દો માં તેનું વર્ણન અધુરું છે, એ શબ્દાવલી થી પર દ્વૈતની ભાવનાત્મક અનુભૂતિ છે. એ પ્રાકૃતિક પ્રેમ છે જે દેહાભિમાન માં અનુભવી રહ્યા છીએ. પરંતુ જે શુદ્ધ અંતઃકરણથી અનુભૂતિ થાય છે એ ચૈતન્યમય છે, એ પ્રેમ સ્વરૂપ તમે પોતે છો.
-મોહનભાઈ આનંદ