Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંચતા લખતા,
એકબીજાની પોસ્ટો,
લાઈક ને કોમેંટ્સ કરતા,
નાની મોટી બાબતે,
એકબીજાની ટાંગ ખેંચતા,
ક્યારે ઇનબૉક્સ માં આવીગયા,
ખબર પણ ના પડી,
નામ થી લઇ ને,
ઠામ ઠેકાણું પુછાઇ ગયુ,
એજ્યુકેશન ને કામ કાજ પુછાઇ ગયુ,
ઘર પરિવાર ની ઓળખ આપી દીધી,
રોજ good morning ને,
જય શ્રી કૃષ્ણ નો નિયમ બની ગયો,
વાતોનો દોર વધતો ગયો,
મારી પ્રોબ્લેમ નો સોલ્યુશન કરવા તુ હમેશા તૈયાર,
ને હું પણ તુજપર વિશ્વાસ કરી લઉ,
બંધ આંખે લગાર,
તુજમાં દેખાય મને મારા કાના નુ રૂપ,
હક જતાવું, ગુસ્સો પણ કરું,
ક્યારેક વગર વાંકે તારી સામે રડીને મન હલકુ કરું,
પ્રમાણિકતાના તારા કેટલા હું વખાણ કરું,
તું માનસિક રીતે અબજોપતિ છે,
શબ્દોનો તું ધણી છે,
લાગણી થી ભરપુર,
નાજુક એક વ્યક્તિ,
વખાણ કરવા હવે શબ્દો નથી,
પણ હજુયે બઉ બધું કેવું છે,
તારી સામે બોલી નહી શકતી,
એટલે આજ શબ્દોનો સહારો લીધો છે,
તારી માટે હું શું છું એ નથી ખબર મને,
પણ પણ પણ,
મારી માટે તો તું એટલે,
મારા કાના એ આપેલી મને એક,
અણધારી ગિફ્ટ, તારી અણમોલ દોસ્તી.
બસ હવે વધારે નહી લખવું ક્યાંક મારીજ નઝર નાં લાગી જાય,
બસ આજછે મારી અણમોલ ગિફ્ટ.
B+ve

Gujarati Blog by Krishna : 111596349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now