પ્રેમનો પર્યાય લાગે છે સુતા.
દીકરા કરતાંય આગે છે સુતા.
હોય એનું ઉર શબ્દોમાં માતનું,
કેટલાં સ્મરણ જગાવે છે સુતા.
લાડકી એ ઘરતણી સૌની હશે,
તાતને કેવી મનાવે છે સુતા.
શોભતું આંગણ કરે કલરવ સુતા,
ને તુચ્છ સ્વર્ગ ગણાવે છે સુતા.
હોય કૃપા પરમની તો એ મળે,
ઉર ઉમળકો પ્રગટાવે છે સુતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
( ગાલગાગા2 ગાલગા)