કદીક લાગણીને શબ્દોમાં સમાવી જુઓ.
શબ્દોમાં એનું સત્વ આખું નીચોવી જુઓ.
એ તો અદ્રશ્ય વીજપ્રવાહ જેમ વહેનારી,
એને મૂલવવામાં જબાન થકી ફાવી જુઓ.
પ્રેમનો છે સમંદર અગાધ અફાટ ઘૂઘવતો,
રાખી વિવેકને વખતે કોઈવાર તાવી જુઓ.
સમૃદ્ધિ દુનિયાની ઓછી પડે એની સમક્ષ,
કોઈ વાર હસતા ચહેરે મુખ મલકાવી જુઓ.
ભેટ છે પરવરદિગારની ઉરમાં પ્રગટનારી,
પામવા કદાચિત એને અસરમાં આવી જુઓ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર