#navratri
આવ્યા રે માનાં નવલા નોરતા
થશે પૂરા ગરબા-રાસના ઓરતા
આસો માસની હું રાહ જોતી'તી
યાદ કરતી માના પરાક્રમની વારતા
ચણીયા-ચોળી ને ઓઢણી લાવી
રમતી રહેતી ઘરમાં હરતા-ફરતા
આજથી ઉમંગે ગરબે ઘૂમવાની
હૈયું હિલોળે ચઢશે ગરબે રમતા
ગરબાના રંગે એવી તો રંગાઉં
ઊંઘ ને થાક ભૂલી જાઉં નાચતા
મિતલ ઠક્કર