ફક્ત અંજામ ,આટલો જ કાફી છે,
આદમી બનાવાની, વાત કાફી છે;
ઇન્સાનિયત મરી પરવારી લાગે છે
ફરિસ્તા થવાની , કોશિશ કાફી છે
સરી પડે છે, બોર જેવાં આંસુડાંઓ,
ભાષણ કરવાની , આદત કાફી છે;
વિનાશ અવિનાશ ની દુનિયાનો જો,
નખરા કરવા ના, આણ્વિક કાફી છે
પ્રેમ એ તો વ્હેમ છે, સ્વાર્થે છલકતો,
રંગ બેરંગી બતાવા ના ચહેરા કાફી છે;
-મોહનભાઈ આનંદ