માંગવાથી કઈ મળતું નથી ખબર એને
તોય બે હાથ જોડી બેઠો છે
જોને આમ જ સમક્ષ છે ઝરણાં નીર ના
નજીક છે નિજ એમના થી, તોય પાંપણ પંખાળી બેઠો છે
એક જીવ (આત્મા )નજીક નુજ એનું
ચીખો સાંભળી શકે છે બધા અહીં ,
તોય એ શીશ (બાળક )ની ભૂખ
એજ એના રુદન થી દબાવી બેઠો છે
ક્યાં? સરખો અહીં છે છાંયડો
થોડી ટાઢક માટે તડકે ખુદને સળગાવી બેઠો છે
ભીતર ની હાશકારે ખુદ ને નિરાધાર તો ક્યાંક
લાચાર ખુદથી દુર્બળ બતાવી બેઠો છે
ઝાંખી દ્રષ્ટિ એ નિહારી શકે છે બધું
ધરડે ધડપણ ખુદ ને બાપ તો ક્યાંક માં ભૂલી બેઠો છે
પગરવે માણસ ના પારખા ઓળખે છે એજ
જે ખુદ ને માણસ છે એજ ભુલાવી બેઠો છે
હોય જો સમીપ ખુદ થી ક્યારેક સુખ નો
તો ઊંચે આકાશે આભાર વ્યક્ત કરી બેઠો છે
ને દુઃખમાં પણ એજ આકાશે વણ પાંપણ ઝપકે
માતમી ચેહરે, ખાલી હાથે એજ નિહારિ બેઠો છે
માંગવાનું ક્યાં પસંદ છે એને પણ સંજોગે જોને
બેવું હાથ ખોલી બેઠો છે
બહાર થી મઝબૂત લાગે છે સૌને પણ
ભીતર થી ભાંગેલ પોતાના થી હારી બેઠો છે.