Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાજરી જગદંબાની વર્તાય માના ગરબે.
જ્ઞાનનો પ્રકાશપુંજ દેખાય માના ગરબે.

જગજનની તું પધારજે રમવાને ચાંચર,
કરુણા મા ભવાનીની પમાય માના ગરબે.

શોભે નવરાત્રી પર્વ આરાધવા શક્તિને,
આસ્થા કેવી અટલ સ્થપાય માના ગરબે.

કરજે કૃપા હે જગન્નમાય કરુણા લાવી,
ભાસ રમતાં માતા તણો થાય માના ગરબે.

રળિયામણી રાત માડી આનંદ વધારતી,
હૈયે જાણે હેતદીપ પ્રગટાય માના ગરબે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111594030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now