થોડા ચટપટા શબ્દો , સિવાય શું આપું,
જજબાતી મુલાકાત, સિવાય શું આપું,
બહું ગહન છે, તાલ્લુક છે રુહાનીયત,
દિલથી દુઆની વાત, સિવાય શું આપું;
ખુશનુમા ચહેરા પર , ઝક્કાસ રહો બસ
આઈના દિલ ની વાત, સિવાય શું આપું;
દુઃખને દર્દ ની સંવેદનશીલ સામગ્રી બધેય,
મરહમી ખુવારીની જાત , સિવાય શું આપું;
ચાહત જ રાહતનો, અહેસાસ છે જિંદગી,
ને ફકીરી દિલના હાલાત, સિવાય શું આપું;
-મોહનભાઈ આનંદ