અમુક સંબંધ દરેક સંબંધ કરતા ઉચ્ચ દરજ્જા નો હોય છે... એ આત્મીયતા નો સંબંધ હોય છે... આ સંબંધ માં બધું જ વણાઈ જતું હોય છે, મિત્રતા, પ્રેમ, પરવાહ, પવિત્રતા, અહેસાસ,લાગણી, ઝઘડા, નારાજગી, પસંદ- ના પસંદ, બધું જ સમાઈ જતું હોય છે. પણ એક મુક્તતા નો અહેસાસ આ સંબંધ કરાવે છે.. જેની સાથે વાત કરવા થી આત્મા ને સંતોષ મળે એજ આત્મીયતા નો સંબંધ કહેવાય છે.. જેની સાથે સમય વિતાવવા મન અધીરું થાય, જેની પળે પળ ખુશીઓ માં વીતે એવી જ મન માં એક આશ હોય.. જે વાત કોઈ સાથે શેર ના કરો એ વાત એની સાથે શેર કરવા નુ મન થાય.. એજ અંગતતા છે એજ આત્મીયતા છે.. જે શબ્દ પર થી એ આપડી ખુશી નારાજગી સમજી જાય એના શબ્દ પર થી આપડે પણ એના મન માં શું છે એ સમજી શકીએ એજ આત્મીયતા. આપણી પસંદ એને ના પસંદ હોય તો આપડી પસંદ બદલવી પડે છે આપડી વિચારસરણી આવી હોય અને સામે પણ સેમ ટુ સેમ વિચારસરણી હોય ત્યારે એ સંબંધ ની અહેમીયત અને ગર્ભીત્તા ખુબ જ વધી જતી હોય છે.. એક બીજા ની ખુશી માટે બધું જ બદલવા તૈયાર થઇ જતા હોઈએ છીએ.. આખર સવાલ એની પસંદ નો છે..