ઘરનું ગાડું કઈ રીતે ચલાવવું ?
એ માટેની ભવિષ્યની, પરંતુ અનિવાર્ય, કાલ્પનિક ચિંતાઓની જીવન પર એવી અસર થાય છે,
જેમ
એક બંધ રેલ્વે ફાટક પાસે ઉભેલ વ્યક્તીની નજર સામે જાણે, એનીજ જીવનગાડી પસાર થઈ રહી હોય.
ઘોંઘાટ છે, વંટોળ છે, પરંતુ ગતી નથી.
આવા સમયે રઘવાયા થયા સીવાય,
વાહનનું એન્જિન બંધ કરી
થોડી શાંતિ જાળવી રાહ જોવી
આજુબાજુ નજર કરવી,
તો ખ્યાલ આવશે કે, અત્યારે આપણે એકલા સ્થગિત નથી.
આપણી આજુબાજુ અને સામે પણ,ઘણા સ્થગિત છે.
એમા કેટલાંક તો આપણાથી ખૂબ પાછળ છે.
રાહ જુઓ રસ્તો ખુલી જશે.
રસ્તો ખુલ્યા પછી પણ,
બીજી ફાટક, સિગ્નલ કે અન્ય કોઈ અડચણ આવવાનીજ છે.
એક વાત યાદ રાખવાની છે,
આપણા માટે રસ્તો સારો કે ખરાબ હોય તેનુ મહત્વ નથી, આપણું લક્ષ માત્રને માત્ર મંઝીલ હોવું જોઈએ.
ત્યાં સુધી પોતાની જાતને ખુશ રાખી, હિમ્મત આપી, કોઈની બનતી મદદ કરતા, સત્કર્મ વાવતા આગળ વધવાનું છે.
અહી એક જુના, પરંતુ જીવનનો જોશ વધારતા એક ખૂબ સુંદર ગીતની બે લાઈન યાદ આવી ગઈ.
"આદમી મુસાફિર હૈં
આતા હૈં, જાતા હૈં
આતે જાતે રસ્તે મે
યાદે, છોડ જાતા હૈં"