"કર્મ કરતાં રેહવાથી અનુભવ મળે છે એ વાત ચોક્કસ છે. પણ ફક્ત એ અનુભવ પોતાના જ્ઞાન પર આવરણ બની ઘર્મ ના માર્ગથી ભટકાવી દે છે, એ વાત પણ નિશ્ચિત છે.
પોતાના કોઈ જ્ઞાન વિના કરેલા અનેક શ્રેષ્ઠ કર્મો કરતાં પોતાના જ્ઞાન થી કરેલું ફક્ત એક જ કર્મ વધુ શ્રેષ્ઠ છે અને પૂજનીય છે.
એટલે જ પશુઓમાં સિંહ રાજા છે અને ગર્દભ આખું જીવન સેવા કરવા છતાં કોઈના માટે પૂજનીય નથી.
એટલે જ તો બુદ્ધિમાન વ્યક્તિઓમાં પણ જ્ઞાનવાન અને યુક્તિયુક્ત જ પૂજનીય માનવામાં આવે છે."
- આચાર્ય. જિજ્ઞાસુ ચૌહાણ