ખોટી અમથી વાતો માં ભરમાઈ ગયો;
ખોટી ખુશામત થી પણ હરખાઈ ગયો;
કેટલો છીછરો બની ગયો છે આ માણસ,
થોડી દોલત આવતાં જ છલકાઈ ગયો;
કુદરતી આફતમાં મદદ કરે એકબીજાની,
આફત જતાં જ સ્વાર્થમાં પરોવાઈ ગયો;
સ્નેહના સિંચનથી ઉછેળ્યો જેણે પરિવાર,
વૃધ્ધાશ્રમ માં એકલતા થી કરમાઈ ગયો;
એક દિકરી પર થયેલું દુષ્કર્મ ભુલી જઈ,
તેમાં પણ સિયાસત નો ખેલ ખેલાઈ ગયો;
શહિદોની શહાદત પર રમાય રાજકારણ,
એમાં મોતનો મલાજો ક્યાં જળવાઈ ગયો?
હેવાનિયત માં ભાન ભુલી ગયો માણસ,
ઈશ્વર પણ એની કરતુતથી શરમાઈ ગયો;