બીજાની દીવાલો પર આમ જ
નકામો ખીલ્લો કદી ખોડવો નહિ,
જીંદગીમાં વિશ્વાસ કોઈનો તોડવો નહિ...
અન્યોના પ્રગટી રહેલા ચૂલામાં
ખુદનો રોટલો કદી શેકવો નહિ,
જીંદગીમાં વિશ્વાસ કોઈનો તોડવો નહિ...
જેનો હાથ પકડી લો એકવાર
એ હાથ ક્યારેય છોડવો નહિ,
જીંદગીમાં વિશ્વાસ કોઈનો તોડવો નહિ...
નીભાવવો ન હોય સંબંધ જો
ઘડી બે ઘડી માટે સ્થાપવો નહિ,
જીંદગીમાં વિશ્વાસ કોઈનો તોડવો નહિ...
ખુદમાં જ રહેલાં હોય જો ડાઘા
બીજા સામે અરીસો ઉઠાવવો નહિ,
જીંદગીમાં વિશ્વાસ કોઈનો તોડવો નહિ...
-Parmar Jagruti