*ટક ટક* 😜😃🤣😀😀😛😛😛😛😛
એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા
પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..
અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગા ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગો ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો..
રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા..
ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?"
પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા..
*આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..*
બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે..
|| ચુપ રહો - ખુશ રહો ||
🤣🤣🤣😜😜😜 #😅 જોક્સ