તું ને હું માં.. શું ફેર પડે
તું કહે હું કહું, તું ના કહે, હું ના કહું, તું હા કહે, હું હા કહું, તું ને હું માં, હા ને ના માં.. શું ફેર પડે
હું તારૂ ભવિષ્ય બનું,
તું મારૂ વર્તમાન બને;
તું ને હું માં.. શું ફેર પડે..!
ભુલી ભુતકાળ ની વાતો ને તું ને હું આગળ વધી.; તો.. શું ફેર પડે..!
એક કદમ હું ચાલું,
એક કદમ તું ચાલે.
તું ને હું સાથે સાથે ચાલીએ તો શું ફેર પડે..!
આ તું ને હું માં શું સમય વેડફવો, એક વિચાર થી ચાલ ને "સ્વયમભુ"જીવીએ તો શું ફેર પડે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"