જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનું નિર્ધારિત કરીએ છીએ ત્યારે એમના પરિણામ નું પહેલા વિચારીએ છીએ. ખરેખર જોતાં એ જ મનોબળ છે કોઈ કરવાનું, પણ શું એ આપણી માનસિકતા જ છે કે ? .
ગીતા માં કહ્યું છે કે ફળ ની ચિંતા ન કરશો ફક્ત કર્મ માં જ તમારો અધિકાર છે , ફળ પર કોઈ અધિકાર નથી.
આપણું ધારેલું પરિણામ આપણી માનસિકતા જ છતી કરે છે જે આપણું ફળ બને છે . બેશક કર્મ નો આધાર એમના પરિણામ પર જ નિર્ભર છે પણ પરિણામ આપણા કર્મ ની આડપેદાશ તરીકે ઓળખવામાં આવે ત્યારે ગીતા અનુસાર નિષ્કામ કર્મ કરીએ છીએ મતલબ એ કર્મ પર આપણો અધિકાર એટલે કે 'મારુ કર્મ , મારુ ફળ' ન રાખવો જોઈએ . તમારા પહેલા પણ આ જ કર્મ ઘણા લોકો એ કર્યું છે અને ફળ પણ મેળવ્યું છે. કર્મ ફળ પર અધિકાર જમાવવાથી આપણે પુર્ણ ફળ ભોગવી પણ શકતાં નથી.
જે પરિણામ વિચારીને કર્મ કરશો તો એ તો મળશે જ પણ એ મળશે કે નહીં એની ચિંતા કરવાની અને ન મળે તો એનો વસવસો કરવાની ગીતા ના પાડે છે.