Gujarati Quote in Motivational by Chandni Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા નેટ મિત્રો નમસ્તે 🌹
આજે ૦૯ ઓક્ટોબર ૨૦૨૦ એટલે કે "World Post Day" UPU- Universal Postal Union નો વાર્ષિક દિવસ.
વિશ્વમાં સર્વપ્રથમ World Post Day ટોક્યો જાપાનમાં ૦૯ ઓક્ટોબર ૧૯૬૯ ના રોજ ઉજવવામાં આવેલો. ભારતીય પોસ્ટલ સર્વિસના ડેલિગેટ શ્રી આનંદ મોહન નરુલાએ આ દિવસ ઉજવવા માટે પ્રોપોઝલ સબમિટ કરેલી જે માન્ય રાખવામાં આવેલી અને ત્યારથી દરવર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. જે તે દેશની પોસ્ટલ સર્વિસ ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે આ દિવસ ઉજવે છે. જે તે દેશના નાગરિકોએ આ દિવસની ઉજવણી "પોસ્ટકાર્ડ કે ઇનલેન્ડ લેટર" પોતાના હસ્તાક્ષરમાં લખીને કરવાની હોય છે. આજની તારીખે પોસ્ટકાર્ડની કિંમત પચાશ પૈસા અને ઇનલેન્ડ લેટરની કિંમત રૂપિયા ૦૨=૫૦ ( અઢી રૂપિયા ) છે. પોસ્ટકાર્ડ માત્ર હસ્તાક્ષરોમાં લખાયેલું હોવું જરૂરી છે. અને પોસ્ટકાર્ડમાં પ્રિન્ટિંગ કે રબ્બર સ્ટેમ્પ મારેલ હોય તો વધુ કિંમત લાગુ પડે. ઇનલેન્ડ લેટરની અંદર હસ્તાક્ષર કે પ્રિન્ટેડ મેટર કરી શકાય છે.
આજની પેઢીમાં ઇનલેન્ડ લેટર લખીને કઈ રીતે બંધ કરીને પેક કરીને ચોંટાડી દેવું એ કોઈકને જ આવડતું હશે.
કોઈ સગાવહાલાને પોસ્ટકાર્ડ લેટર ગુજરાતીમાં કેમ લખવો ? એ તો ભાગ્યે જ કોઈક જાણતું હશે.કે આવડતું હશે !
"ૐ જય ગણેશ, લાભશુભ, શ્રી સવા " એવું ઉપર લખીને "સ્વસ્થાનશ્રી ગામનું નામ લખીને મધ્યે વડીલનું નામ અને કુરુમ્બના સભ્યોના નામ અને પછીના ફકરામાં એતાનશ્રી ગામ, પાત્ર લખનારનું નામ અને કુટુંબના સભ્યોના નામ લખાતા. અને પત્રના અંતમાં "અમો બધા અહીં કુશળમંગલ ખુશીમાં છીએ અને તમો ત્યાં ખુશીમાં હશો. અને ત્યાં જે કોઈ સાંભળે એમને અમારા રામરામ કેજો" અને સગાવહાલામાં કોઈ ગુજરી ગયું હોય તો કાળા અક્ષરોમાં એક જ ફકરામાં લખીને જણાવી દેવાતું અને પાછળની સાઈડમાં મોટા અક્ષરોમાં "અશુભ" એવું લખવામાં આવતું અને આવા પોસ્ટકાર્ડને "મેલો કાગળ" કહેવાતો જે વાંચીને તુરત ફાડી નાખવામાં આવતો અને આવા "મેલા કાગળ" ને ઘરની અંદર ના લઇ જવાય. અને આવો કાગળ વાંચીને ઘરના સભ્યો તુરત પોક મૂકીને રોકકળ કરી મૂકતા અને નાહી નાખતા.
વિશેષમાં ઘરના બધા જ સભ્યો આવેલ પોસ્ટકાર્ડને વારાફરતી વાંચી લેતા. અને જે ઘરમાં બધા અભણ હોય ત્યાં પોસ્ટમેન્ ટપાલી આવેલ પોસ્ટકાર્ડને વાંચી આપતો ( અને ટપાલી વાર તહેવારે બોણી પણ ઉઘરાવી લેતો ). જવાબી પોસ્ટકાર્ડ પણ ડબલ કિંમતે મળે.
ઘર બંધ હોય કે તાળું માર્યું હોય તો ટપાલી ઘરની તિરાડમાંથી પોસ્ટકાર્ડ સરકાવી દેતો.અને પોસ્ટકાર્ડમાં પત્ર લખનારનું પૂરું સરનામું હોય તો ટપાલી ઈ ટપાલને પાછી પરત પણ મોકલે. દિવાળીના તહેવારોમાં ભગવાનના ફોટાવાળા કે કુદરતી દ્રશ્યોવાળાં તૈયાર પોસ્ટકાર્ડ બજારમાં વેંચતા મળતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટની આ સેવાઓ આજે પણ ઉપલબ્ધ અમલમાં છે. પણ "કુરિયર અને મોબાઈલ" નો યુગ આવી જવાથી કદાચ "પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર" આપોઆપ સમયાંતરે મૃતપ્રાય થઇ જાશે. પોષ્ટ ખાતાં ની "અલીડોસો "અને "જટ્ટો હલકારો "આ બે વાર્તા ઓ ગુજરાતી ઓ ક્યારેય નહીં ભુલે.જ્યાં સુધી પોષ્ટ ના લાલ ડબ્બા રહેશે ત્યાં સુધી અંગ્રેજો અને તેનો સંદેશાવ્યવહાર પણ યાદ રહેશે.😀
તિખારો
આજે કોમ્યુનિકેશન નાં સાધનો વધી ગયાં છે,પણ એકબીજા વચ્ચે નું કોમ્યુનિકેશન ઘટી ગયું છે..🙏
#પોસ્ટમેન

Gujarati Motivational by Chandni Desai : 111588862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now