ક્યાંક વાંચેલું કે જો સારું કરશો તો ઈશ્વર તમારું સારું કરશે... સાચી હકીકત તો એ છે કે સારુ કરશો તો ખરાબ બોલનારા ઓ હજારો મળી જશે પણ તમારે બસ તમારા આત્માનો અવાજ સાંભળવાનો છે કારણ કે અહીં બેસીને જોનારા પ્રેક્ષકોની સંખ્યા તો હજારોમાં છે પણ યોગ્ય કર્મ કરી બીજાનું કુદરતનું અન્ય સજીવોનો સારું કરનારાઓની સંખ્યા ખૂબ જૂજ છે માટે જે નથી કરી શકતા ને એ તમારા કાર્યની જોઈ પણ નથી શકતા અને તમારા કાર્યને વખાણી તો ક્યાંથી શકે હા વગોવા માટે તો તેઓ હાજર જ હશે.. માટે જ્યારે પણ અંતરના આત્માનો અવાજ આવે કે આવું કરવું છે તો કોઈને પણ પૂછ્યા વગર કરી નાખો નહીં તો પંચાત કરવા વાળા તમારા માર્ગમાં હજારો વિઘ્નો ઊભા કરશે અને તમને યોગ્ય કાર્ય કરવા નહીં દે...માટે જ્યારે પણ એવું લાગે છે કે મારા માટે આ કાર્ય સારું છે અને હું એ કાર્ય બીજા માટે કરીશ તો કરવાનું જ કર્યા પછીનો જે આનંદ છે તે અવિરત છે અને આ આનંદની સામે હજારો ગણી ધનદોલતની ખુશીઓ પણ ગૌણ છે આપણા માટે તો આપણે રોજ કરીએ છીએ પણ બીજા માટે કરેલું કંઈક કાર્ય પણ તમને અલગ જ આનંદની અનુભૂતિ કરાવશે અને એ આનંદ કંઈક અલગ જ હોય છે ...Bindu🌺 સારું કરો તો બસ એક જ સાક્ષી બની રહે છે અને તે છે ઇશ્વર કે તમારો આત્મા....બાકી કોઈ માટે તમારું સારું કાર્ય યોગ્ય પણ હોઈ શકે તો શું ફેર પડશે જેને બોલવું છે તે તો સારું પણ બોલશે અને ખરાબ પણ બોલશે... માટે સારા કાર્ય માટે વિચારવાનું છોડી અને કાર્યની શરૂઆત જ કરવી જોઈએ...
🙏જય શ્રી કૃષ્ણ 🙏