ભુલાઈ જાય એ પહેલા કરીએ દિલથી સલામી.
લાગણી,સંબધ અને પ્રેમ વહેંચવામાં..
પહેલો આવે ટપાલી.
ટાઢ તડકો વરસાદ ભૂલી ઘરે ઘરે એ જાય.
ઉઠતા,બેસતા સતત અવિરત એની રાહ જોવાય,
મોબાઈલના જમાનામાંય રૂંધાતો જીવે ડગલો ખાખી
લાગણી,સંબધ અને પ્રેમ વહેંચવામાં..
પહેલો આવે ટપાલી.
ક્યાંક બેસી પોરો ખાય તો ક્યાંક જરીક અટકે.
કોઈ ગ્લાસ પાણી દે તો એકીશ્વાસે ગટકે.
થેલો ભરેલ સોનેરી સપનાંઓ કરે સાંજ સુધી ખાલી.
લાગણી,સંબધ અને પ્રેમ વહેંચવામાં..
પહેલો આવે ટપાલી.
સાઇકલ,થેલો,ખાખી વરદી, બીલ્લો એની યાદ,
પત્ર ન હોય તોય દિવાળીએ પ્રેમનો કરે સાદ.
મસ્ત મોજમાં ફરે આખો દિ નહિ કોઈની ગુલામી.
લાગણી,સંબધ અને પ્રેમ વહેંચવામાં..
પહેલો આવે ટપાલી.
પહેલો આવે ટપાલી.
અશોક ઉપાધ્યાય.
વિશ્વ પોસ્ટમેન દિવસે..સલામ દિલથી.