એક છત નીચે અને એક જ રૂમમાં રહેતા બે પાત્ર કદાચ એક બીજાને સમજી નથી શકતા. પ્રેમ લાગણી, શરીરનું મિલન, બન્ને વચ્ચેનું ગરમ શ્વાસ ઉત્સર્જન, અતિ પ્રેમ, નાની વાતને મોટું રૂપ આપતા ઝઘડા, અને પછી લગ્ન પૂર્વના સંબંધનો દોર આક્ષેપ પ્રતિક્ષેપ. આ તમામ બાબત પતિ પત્નીના સંબંધમાં રહેલી તિરાડો વધારે છે.
એક પ્રેમિકા જેને પોતાનો સંપૂર્ણ પ્રેમ પોતાના આશિને આપી દીધો, પોતાના પ્રિયતમના અંતિમ શ્વાસની એ સાક્ષી રહી, સ્થૂળ સ્થિતિને જીવંત કરવા લગ્ન કર્યા, પતિ સાથે પ્રેમ હોવા છતાં એનું શરીર ઠંડુ પડી ગયું હતું, શિથિલ દેહ ક્યારેય પતિને સંતોષ આપી શક્યો ન હતો. અને બીજી બાજુ એમનો પતિ, જે પોતાનો પ્રેમ, પોતાનું શરીર પોતાને લગ્ન કરે એ યુવતીને સોંપી દેવું એ સિવાય ઘણા પ્રસંગો બન્યા હતા જ્યાં એ માણસ પોતાની શરીરની ભૂખ સંતોષી શકતો હતો.
બસ આવી જ એક સ્ટોરી બક્ષીબાબુએ આ નોવેલમાં લખી છે, "એકલતાના કિનારે............"
મનોજ સંતોકી માનસ