સંબંધને પણ સમજવા પડે છે ,
સાચા દિલથી એને જીવવા પડે છે .
નારાજગી દરેક સંબંધમાં હોય છે ,
પણ એને દુર તો કરવી પડે છે .
મનદુ:ખ દિલમાં થોડા રખાય છે ,
એને ભુલીને જ આગળ વધાય છે .
પોતાની જીદને છોડવી પડે છે ,
બીજાનાં અહંને સંતોષવો પડે છે .
આંખોનાં આંસુને સંતાડવા પડે છે ,
બીજાની ખુશીને માન આપવું પડે છે .
ના ગમતી વાતોને પણ સ્વીકારવી પડે છે ,
બસ આમ જ તો જીંદગી ચલાવવી પડે છે .