વિમાન
ઝડપી મંઝિલે પહોઁચાડતુ હવાઈ પરિવહન
એમા મુસાફરી કરતા મુસાફરના જીવનમાં
ઝડપ આવી ગઈ છે
મંઝીલ પણ નક્કી છે
સમયે પહોંચવાની સભાનતા પણ આવી ગઈ છે
ગમે તેટલા ઊંચે હવામાં રહીએ, કામ નીચે આવ્યાં પછીજ થવાનું છે
પરિ-કલ્પનામા ભલે રાચીએ, મન પર સેફટી બેલ્ટ જરૂરી છે
નહીતો, વહનનું દહન થતા વાર નથી લાગતી
વિમાન મુસાફરી કરતા થયા એટલે, બીજી ભાષામાં સૌથી સારી આર્થીક પરિસ્થિતિમાં હોવું, કે પ્રયાણ કરવું
સૌથી વધારે સાચવવાનો સમય
બાકી, છેલ્લી મુસાફરીનું વિમાનતો સ્વર્ગથી આવવાનુંજ છે.
એ ભૂલવું ન જોઈએ.
#વિમાન